contact@nncgreen.org
+91 9925 560 199


મહાસ્વછતાં અભિયાન

આજ રોજ બલાચાદીના સુંદર દરિયાકાંઠે ગણપતિ વિશર્જન દરમ્યાન થયેલ પ્રદુષણથી મુક્ત કરી અને ફરી રળિયામણું બનાવવા જામનગરની વિખ્યાત અને પર્યવરણ સરક્ષણની પ્રસંસનીય પ્રવૃત્તિ કરતી સંસ્થા નવાનગર નેચર કલબ દ્વારા એક મહાસ્વછતાં અભિયાન છેડાયું હતું.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં “સ્વચ્છ ભારત અભિયાન”માં પોતાનો નાનકડો ફાળો આપવાના શુભ આશયથી આજે એમના જન્મ દિવસે જ આ કાર્યક્રમને વર્તમાન સાંસદ શ્રી પુનમબેન માંડમ તથા પૂર્વ ધારાસભ્ય તથા ભાગ્યલક્ષ્મી એજ્યુકેશનચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી હકુભા (ધર્મેન્દ્રસિંહ) જાડેજાનાં સહયોગથી શ્રી નવાનગર નેચર કલબે આ ભગીરથ કાર્યને અંજામ આપ્યો.

આ સંસ્થા દ્વારા છેલ્લા છ વર્ષથી સતત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને તરુણ યુવાન વિધાર્થીઓનાં સાહયોગથી આ સંસ્થા બાલાચડીનાં દરિયાકાંઠાને ગણપતિ વિસર્જન બાદ થયેલા પદુષણથી મુક્ત કરી અને સમાજ પ્રત્યેની પોતાની ફરજ અદા કરેછે.

આ મહા કાર્યમાં પૂર્વ ધારાસભ્ય શ્રી હકુભા જાડેજા,કોર્પોરેટર જ્યેન્દ્ર સિંહ ઝાલા સહીત શહેરની શૈક્ષણિક સંસ્થાઓ જેવીકે એ.કે જમાલ ફાર્મસી કોલેજ,આયુર્વેદીક કોલેજ, એમ.પી. શાહ કોમર્સ કોલેજ,હરિયા કોલેજ, ઉમા વિધાલય (જાંબુડા)ના વિધાર્થીઓ તેમજ ઉમા તેમજ એચ.પી ઝાલા (આયુર્વેદિક યુનિવર્સિટી) ડૉ. મેઘા પંડયા (ગુલાબકુવરબા આયુર્વેદિક મહા વિદ્યાલય) માધવીબેન પટેલ (આયુર્વેદિક ફાર્માસ્યુટિકલ) પ્રો.NSS ચિંતન વોરા,દેવી ગોસરણી, ધવસલ રાયથાઠ્ઠા, વિનિતા મેડમ, તેમજ ઉમવિદ્યાલયના ટ્રસ્ટી શ્રી ગિરધરભઈ પટેલ, મહેન્દ્રસિંહ પી. જાડેજા
(હેડ કોન્સ્ટેબલ,
બાલચડી પોલીસ ચોકી ) કાર્યનિષ્ઠા,મહેનત અને પ્રતિબદ્ધતા કાબેલે તારીફ રહી હતી.

આ મહા સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ શ્રી વિજયસિંહ એ, જાડેજા,વનરાજસિંહ ચૌહાણ,દિનેશભાઈ રબારી,મિતેશ બુદ્ધભટ્ટી,પ્રવીણસિંહ જાડેજા,કૃપાલસિંહ જાડેજા(નિવૃત આર્મી મેન) ધર્મેશ અજા. કિશન દત્તાણી,કુણાલ જોશી,હિમાંશુ જાની
હરદેવસિંહ રાયજાદા તેમજ શ્રી જીવરાજ લીલાધર અનડકટ ફાઉન્ડેશન ટ્રસ્ટ ધ્રોલ ના પ્રમુખ શ્રી ભાવિન અનડકટ જહેમત ઉઠાવી હતી.